આઠ શખ્સની ધરપકડ: કારમાં હથિયારો સહિત મુદામાલ મળી આવ્યો 
જામનગર મોર્નિંગ - જામનગર 
ખુન, ખુનની કોશીશ, લૂંટ અને ચોરી સહિતના ઢગલા બંધ ગુન્હા આચરનાર અનીલ મેરની ગેંગને ઘાતક હથિયાર સાથે એલસીબીએ ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.    
મળતી વિગત મુજબ એલસીબીને મળેલી બાતમીના આધારે જામનગરના કનસુમરા ગામે સાંઢીયા પુલ પાસેથી ખુન, ખુનની કોશીશ, લૂંટ અને ચોરીઓ ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા ગુન્હામાં પકડાયેલા અનીલ મેર નામના ઇસમે એક ગેંગ બનાવેલી હોય આ ગેંગને એલસીબીએ ઝડપી લીધી હતી, જેમાં અનીલ જગદીશભાઈ થાપલીયા (રહે. આવાસ અંધાશ્રમ ફાટક સામે), નઇમ શબીરભાઈ રાઠોડ (રહે. ગુજરાતી વાડ, મોટા ફળીયામાં), મહમદ કરીમભાઈ પંજા (રહે. કાલાવડ નાકા બહાર, પટણી વાડ, પંજા મંજીલ), શબીર અનવરભાઈ નાઈ (રહે. અંધાશ્રમ આવાસ કોલોની), અસલમ ઉર્ફે હસલો કાદરભાઈ શેખ (રહે. ઘાંચીની ખડકી), ચેતન હરજીભાઈ પરમાર (રહે. ગુલાબનગર જકાતનાકા સામે), કમલ જગદીશભાઈ વ્યાસ (રહે. અંધાશ્રમ આવાસ કોલોની) અને ભરત ઉર્ફે સુનીલ જગદીશભાઈ થાપલીયા (રહે. અંધાશ્રમ, આવાસ કોલોની)  આઠ શખ્સોને સમાવેશ અને મળી આવેલ આ ગેંગ પાસેથી જીજે 10 સીજી 3250 નંબરની સ્વીફ્ટ કાર લોખંડના પાઇપ છરી, તલવાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ગેંગના માણસો એકઠા થઇ રસ્તા પરથી પસાર થતા માણસોને રોકી મારકૂટ કરી ધાડ પાળવાની તૈયારી કરે તે પહેલા જ એલસીબીએ દબોચી લીધા હતા અને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ આર.ર.ડોડીયા, પીએસઆઈ કે.કે. ગોહીલ, એર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દિનેશભાઈ ગોહિલ, લક્ષમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.