પોતાના અંગત સ્વાર્થ માટે ઇન્સ્પેક્શનના નામે સરકારી વાહનનો ઉપયોગ કર્યો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જાણવા મળતા સુત્રોમાંથી જામનગરના એસટી વિભાગીય નિયામકના ધર્મપત્નિ ગત શનિ-રવિવારે જામનગર આવતા તેણીને ડેપો ઇન્સ્પેક્શન ના નામે સરકારી ગાડીમાં દ્વારકા સહિતના સ્થળો ની સહેલગાહ કરાવી સોમવારે તેણીને વતન મુકવા સવારે 11 વાગે ઓફિસેથી ગાયબ થઇ ગયા હતા. 
 જામનગર ના એસટી વિભાગીય નિયામક મુકેશકુમાર રાવલ મી.ઇન્ડિયા ફિલ્મના નાયકની જેમ અવારનવાર જામનગર હેડક્વાર્ટર છોડી પોતાના વતન મહેસાણા તરફ ઉડન છું થઈ જતા હોય છે અવારનવાર હેડક્વાર્ટર છોડવા બાબતે મધ્યસ્થ કચેરી દ્વારા પણ આ કર્મચારી વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા આ કર્મચારી ને છુટો દોર મળી ગયો હોય એમ શનિ રવિવારે પોતાના વતન તરફ ઉપડી જાય છે, ગત શનિ રવિવાર ના વિક એન્ડ વિભાગીય નિયામક એમ.બી.રાવલ નું ફેમિલી જામનગર આવતા તેઓએ ડેપો ઇન્સ્પેક્શન ના નામે સરકારી ગાડીનો દુરુપયોગ કરી પોતાના પરિવારને ફરવા માટે  વાહનનો ઉપયોગ કરી નિગમને આર્થિક ખોટ ના ખાડામાં ઉતારેલ છે ઉપરાંત સોમવારે 11 વાગ્યાના અરસામાં  વિભાગીય કચેરીએ કોઈને જાણ કર્યા વગર પોતાની પત્નીને મહેસાણા મુકવા ઉડન છું થઇ ગયા હતા.