તસ્વીર - રામ મોઢવાડીયા, પોરબંદર |
મોર્નિંગ - પોરબંદર
પોરબંદર ના બરડા પંથક માં આવેલ બરડા સાગર ડેમ બરડા પંથકની જીવાદોરી સમાન છે. પરંતુ આ કેનાલની છેલ્લા પાંચ વર્ષથી સફાઈ થઇ નહોંતી જેથી વરસાદી પાણીનો પ્રવાહ દર વર્ષે કેનાલમાં પથ્થરો માટી પળતા હોવાથી કેનાલ બુરાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાતી હતી. આ કેનાલ છીછરી થતા ચોમાસામાં પાણી બગવદર મોઢવાળા રોડ ઉપર પસાર થતું હોવાથી વાહનવ્યવહાર પણ ચાલુ વરસાદે ઠબ થઈ જાય છે. જેથી બરડા સાગર માંથી નીકળતી રિવર્સ કેનાલ અને સરણીયા વેકરા તરીકે ઓળખાતી કેનાલ જે ઉપરવાસનો મથાડો ખૂબ લાંબો હોવાથી પાણીની આવક ચોમાસામાં વધી જાય છે. જેથી કેનાલનો કાંઠો ધોવાઈ જતો અને વોકડા માંથી સીધું પાણી ખેતરોમાં જતું રહેવાથી ચોમાસામાં ખેતરો માં ધોવાણ થાય છે. જેથી આ કેનાલોની સફાઈ કરવાથી જાળી ઝાંખરા નીકળી જાય તો ચોમાસા બાદ આ કેનાલોને કાંઠે તેમજ આજુબાજુ ના ખેડુતોને આ કેનાલો નું પાણી શિયાળુ પાકમા ખૂબ ઉપયોગી થઇ શકે. પરંતુ આ સ્થિતિમાં શિયાળુપાક ન લઈ શકાતો હોવાથી. આ બાબત મોઢવાળા ગામ ના યુવા સરપંચ જયમલ મોઢવાડીયા તેમજ કેનાલના કાંઠાના લાભાર્થી ખેડૂતોએ આ બાબત પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા તેમજ પોરબંદર જીલા કલેક્ટર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર ઘેડ બાંધકામ પેટા વિભાગ પોરબંદર ને લેખિતમાં જાણ કરતા પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ જિલા કલેકટર અને નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી આ કેનાલ ની સફાઇ માટે સુજલામ સુફલામ યોજનામાં સમાવેશ કરી આપતા આ કેનાલો ની સફાઈનું કામ ચાલુ થતા મોઢવાળા તેમજ કેનાલની આસપાસ ના ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.આ વખતે સારો વરસાદ થશે તો આ કેનાલો પાણી થી ભરાશે તો ખેડૂતોને સારો લાભ મળશે.