10 ચોરીની આપી કબૂલાત: રૂ. 1.9 લાખનો મુદામાલ કબ્જે: એલસીબીની કાર્યવાહી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લા રાજકોટ શહેરમાંથી મોબાઈલ ફોન અને બાઈકની ચોરી કરનાર શખ્સને એલસીબીએ રૂ. 1.9 લાખના મુદામાલ સાથે ઝડપ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ અગાઉ લૂંટ અને વાહનચોરીના ગુન્હામાં પકડાયેલા જીતુ જેરામભાઈ શેખા નામના નારાણપર ગામના શખ્સની એલસીબીએ બાતમીના આધારે તેના રહેણાંક મકાને ચોરીનો મુદામાલ રાખેલ હોય તેવી હકીકત મળતા આ શખ્સના નારાણપર ગામે આવેલ મકાનમાં તલાશી લેતા અત્રેથી રૂ. 40 હજારની કિંમતના બે નંગ મોટરસાઇકલ તથા રૂ. 69 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ચોરાઉ મળી આવતા કુલ મળી રૂ. 1.9 લાખનો મુદામાલ કબ્જે લઈ જીતુ નામના શખ્સની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા શખ્સની પુછપરછ દરમિયાન તેણે આજથી એકાદ માસ પહેલા દરેદમાં તુલસી પાનની દુકાનમાંથી તથા 25 દિવસ પહેલા ધોરીવાવ ગામે કરિયાણાની દુકાનમાંથી,ધ્રોલમાં ચામુંડા પ્લોટમાં આવેલ પાનની દુકાનમાંથી, જામનગરમાં નાનકપુરીમાં આવેલ ક્રિષ્ના પાન દુકાનમાંથી જુદા-જુદા મોબાઈલ ફોનોની ઉઠાંતરી કરેલ હોવાની કબૂલાત આપેલ, ઉપરાંત આજથી દોઢ માસ પહેલા લાખાણી ગામના એક માણસને એક્ટિવામાં બેસાડી કાલાવડ મામલતદાર કચેરીના ઢાળીયા પાસે ઉતારી તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમની ઉઠાંતરી કરેલ તેમજ આજથી 20 દિવસ પહેલા જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રીષ્ટલ મોલની બાજુમાંથી જીજે 10 સીજે 9994 નંબરનું મોટરસાઇકલ, પંદર દિવસ પહેલા માધાપર ચોકડી રાજકોટ પાસેથી જીજે 3 એચસી 1757 નંબરનું એક્ટિવા દસ દિવસ પહેલા રાજકોટના ખુબલીયા પરામાંથી જીજે 3 કેએમ 8094 નંબરના બાઇકોની ઉઠાંતરી કરેલનું પણ કબુલ્યું હતું.
ઝડપાયેલ શખ્સ અગાઉ પર લૂંટ, ઘરફોળચોરી તથા વાહનચોરીમાં એલસીબીના હાથે પકડાય ચુક્યો છે.
આ કાર્યવાહી પીઆઈ આર.ર.ડોડીયા, પીએસઆઈ કે.કે. ગોહીલ, એર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દિનેશભાઈ ગોહિલ, લક્ષમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી