યુવાનને ધમકાવી લાખોની ખંડણી માંગતી પોરબંદરની ગેંગ સામે પગલાં લેવા જામનગર એસપીને રજુઆત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા દિવ્યાંગ બ્રાહ્મણ યુવાનનું અપહરણ કરી તેને ધમકાવી લાખોની ખંડણી માંગવા સબબ ભોગ બનનાર યુવાને જામનગર પોલીસ વડાને રજુઆત કરી ન્યાય આપવા માંગણી કરી.
આ ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે, જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા અને એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા દિવ્યાંગ બ્રાહ્મણ વિધાર્થી લખન હસમુખભાઈ લાબડીયાના પિતા કર્મકાંડ કરતા તેમને ઓળખતા પોરબંદરના સસ્પેન્ડ પોલીસમેન દિલીપ ઓડેદરા, નાગાર્જુન મોઢવાડિયાએ તેમજ યુવાનના બનેવી અમીત મોઢાએ યુવાનને ફોન કરી ડી.કે.વી. બોલાવી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં છરી બતાવી ધમકાવી અપહરણ કરી પોરબંદર લઈ જઈ ગોંધી રાખી ખાડીમાં નાખી દેવાની ધમકી આપી, એટીએમ કાર્ડ, આઈફોન મોબાઈલ ઝૂંટવી લઇ 90 હજારની રકમ પડાવી લઈ બળજબરીપૂર્વક ધાકધમકી આપી 40 થી 50 કોરા ચેકો લખાવી લીધેલ અને ચેકોમાં ખોટી રકમ ભરી કેસોમાં ફસાવી દીધેલ અને પરિવારના ફોટા ખરાબ બતાવી વાયરલ કરવાની ધમકી અને પરિવારને મારી નાખવાની ધમકી આપી સાત લાખની રકમ મેળવી લીધા બાદ પણ 24 લાખની ખંડણી માંગી સતત ધાક ધમકી આપતા હોય અને છ-છ માસથી ફરિયાદ પર લેવાતી ન હોય ત્યારે દિવ્યાંગ બ્રાહ્મણ યુવાને જામનગર પોલીસ વડાને રજુઆત કરી ન્યાય આપવા માંગણી કરી છે.