જામનગર મોર્નિંગ : દ્વારકા
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાની માનપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ગામના વડીલશ્રી મુળુભાઈ બેરા અને હર્ષદભાઈ મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતની ચુંટણી બિનહરીફ   સમરસ જાહેર કરવામાં આવેલ. 
ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ડાડુભાઈ બેરા અને ઉપસરપંચ તરીકે સવિતાબેન ચાવડાની સમરસ નિમણુંક કરવામાં આવી. તેમજ ગ્રામ પંચાયતની કારોબારી સમિતિ  ભારતીબેન બડીયાવદરા, વિજયાબેન નનેરા, ધાનીબેન બેરા, ગોવિંદ બેરા, નગા બેરા, જેન્તીભાઇ, અમુભાઈસહિતની કારોબારી સમિતિ પણ સમરસ જાહેર કરવામાં આવી હતી. 
આમ માનપર ગ્રામ પંચાયત ચુંટણી બિનહરીફ સમરસ જાહેર થતા માનપર ગામ સહીત આજુ - બાજુના વિસ્તારના લોકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.