દશ દિવસમાં દારૂ-જુગાર-ઘરફોડ ચોરી- મોબાઈલ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લામાં એલસીબીએ છેલ્લા દશ દિવસમાં દારૂ-જુગાર-ઘરફોડ-મોબાઈલ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને કાયદાનું ભાન કરાવતા જામનગરમાં ગુન્હાખોરી પર અંકુશ લાવ્યો છે. ગુન્હેગારો જાણે ભો-ભીતરમાં છુપાય ગયા હોય તેવી રીતે દારૂ-જુગારના અખાડાઓ ટપોટપ બંધ થઇ ગયા છે. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં એલસીબીએ છેલ્લા દશ દિવસમાં મોટરસાઇકલ ચોરી કરનાર આમીનભાઈ મામદભાઈ ખીરા નામના શખ્સને કાલાવડ નાકા બહાર પુલ પાસેથી ઝડપી લીધો હતો. 
જયારે જી.જી. હોસ્પિટલ તથા ડીકેવી સર્કલ પાસેથી સુલતાન આમદભાઈ ભાયા નામના શખ્સને જ્યોત ટાવરમાં ચોરીના મોબાઈલ વેચવા આવ્યો હોવાની બાતમી મળતા 14 નંગ મોબાઈલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ શાક માર્કેટ પાસેથી મનસુખ રામજી મકવાણા અને વિક્રમસિંહ બાબુસિંહ પરમાર નામના બે શખ્સને 5 નંગ ચોરીના મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. 
ઉપરાંત લાલપુર તાલુકાના હરીપર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની 24 નંગ બોટલ સાથે નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લીધો હતો. 
તેમજ જામનગર શહેરમાં દિવ્યમ પાર્કમાં થયેલ ચોરીના આરોપીને રણજીત ઉર્ફે શિવભગત પ્રસાદ સોની નામના શખ્સને દિલ્હીથી ઝડપી લીધો હતો. 
અને જામનગર શહેરમાં ટ્રકની બેટરીઓ ચોરી કરનાર ઘનશ્યામ રમણીકભાઇ મકવાણા, રમેશભાઈ દેવાભાઈ સોલંકી અને અજય મુકેશભાઈ પરમાર નામના ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.
અને ખીજડીયા બાયપાસ નજીક હાઇવે રોડ પરથી લેલન ટ્રક અને ઇનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂ તથા બીયરના 5863 નંગ કબ્જે લઈ સુરેશકુમાર ફતેસિંહ કાદિયાણ, જ્યોતીન્દ્ર રવિશંકર પાઠક, સુરેન્દ્ર તારાચંદ જાટ, આત્મસીંગ દલબીરસિંગ જાટ અને સંજીવકુમાર નિર્મળસિંગ નાઈ નામના પાંચ શખ્સને 34.36 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.   
તેમજ જામનગરના હાપા રોડ ઉપરથી 434 નંગ ઈંગ્લીશ દારૂ ની બોટલ સાથે અકબર ઉર્ફે ટીપુ આમદભાઈ ખફી નમન શખ્સની ધરપકડ કરી હતી. 
જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાંથી 9 નંગ બોટલ સાથે કિશન મહેન્દ્રભાઈ કડીવાર, 70 લીટર દેશીદારૂ સાથે પ્રવીણ માનસુર મુન, 26 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે કિશોર ભારાભાઈ જોગાણી અને 40 લીટર દેશીદારૂ સાથે રિઝવાન હુશેનભાઈ બ્લોચ અને તોફીક હુશેનભાઈ બ્લોચ નામના શખ્સોને ઝડપી લીધા હતા. 
ઉપરાંત રાવલસર ગામની સીમમાં જુગાર રમતા અરજણ મેરામણ કરમુર, રવસુરભાઈ સોમાભાઈ માતકા, બિપીનભાઈ ધાનાભાઈ ગોહેલ, દીપકભાઈ ઉર્ફે કોટીયો હસમુખ કોટેચા અને ભરતભાઈ રણમલભાઈ મોઢવાડીયા નામના શખ્સને ઝડપી લીધા હતા. તેમજ સુવરડા ગામની સીમમાંથી નવીનભાઈ, હિતેશ, રસીક, વિમલ, દિનેશ, સિરાજ, વિનોદ, ચંદ્રકાંત, મુનાભાઇ, કલ્પેશભાઈ અને રમેશભાઈ નામના શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા. 
જામનગર શહેર-જિલ્લામાં એલસીબીની કામગીરીથી હાશકારો ફેલાયો છે અને દશ દિવસમાં મોટા મોટા ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. તેમજ ગુન્હેગારો ભો-ભીતરમાં જઈ બેસી ગયા છે.       
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઈ કે.કે.ગોહિલ, આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ  તલવાડિયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, અશોકભાઈ સોલંકી, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, લક્ષ્મણભાઇ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.