• કલમ ૩૭૦ તથા ૩૫A હટાવીને જમ્મુ કાશ્મીરને પણ દેશના મુખ્ય પ્રવાહસાથે જોડવાનું પ્રયાસ કર્યો.
  • નવી સરકાર બનતાની ૭૦દિવસની અંદર ત્રિપલ તલાક બીલ પાસ થયું.
  • પ્રધાનમંત્રી મોદીએ છઠીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.
  • દેશ આંતકવાદને મુકપ્રેક્ષક બનીને જોઈ નહી રહે. પણ તેનો જડબાતોડ જવાબ આપશે.

જામનગર મોર્નિંગ - નવી દિલ્હી તા.૧૫ , દેશના ૭૩માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠી વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવીને દેશ વાશીઓને સ્વાતંત્ર્યતા પર્વ અને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી હતી.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A હટાવ્યાના સંદર્ભમાં વાત કરતા જણાવ્યું હતું કે નવી સરકાર બન્યાના ૧૦ અઠવાડીયા પણ નહોતા થયા અને જમ્મુ કાશ્મીરની ૭ દાયકા જૂની બીમારીનો એક જ ઝાટકે ઈલાજ થઇ ગયો આ દેશ કોઈ બીમારીને સહન કરશે નહી દેશના દરેક નાગરિક એક સમાન એક દેશ એક બંધારણ.
નવી સરકાર બનતાની ૭ અઠવાડિયાની અંદર ત્રિપલ તલાક બીલ પાસ થઇ ગયું. જેથી ઇસ્લામિક બહેનો અને દીકરીઓનું ખોટું શોષણ સંપૂર્ણ પણે બંધ થઇ જશે.
દેશ આંતકવાદને મુકપ્રેક્ષક બનીએ જોઈરહેશે નહી પણ તેનો જડબાતોડ જવાબ આપશે. ખેડુતો અને નાનાવેપારીઓને પણ ૬૦ વર્ષની ઉમર બાદ પેન્સન મળશે.

દેશમાં વેપાર કરવા આવતા લોકોનું દેશ સ્વાગત કરશે પણ કોઈ ગેર વ્યાજબી હરકતને દેશ સાંખી લેશે નહી.