• દિલ્હીની મહિલાએ પોતાના પર IAS ગૌરાંગ દહીયા દ્વારા શોષણ અને છેતરપીંડીની ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    ફરિયાદ બાદ ગુજરાત સરકારે તપાસ પંચની રચના કરી હતી અને તપાસ પંચના રીપોર્ટબાદ ગૌરાંગ દહીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

     
    ગૌરાંગ દહીયાની ફાઈલ તસ્વીર


જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા. ૧૪, ગુજરાત કેડરના IAS અધિકારી ગૌરાંગ દહિયા પર દિલ્હીની મહિલા લીનાસિંહએ પોતાના પર છેતરપીંડી અને શોષણ કરવા અંગેની ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ રાજ્ય સરકારએ તપાસ સમિતિની રચના કરી હતી તપાસ સમિતિના રીપોર્ટ બાદ ગૌરાંગ દહીયાને ગુજરાત સરકારના મુખ્ય સચિવ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગૌરાંગ દહિયા ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેમના પર દિલ્હીની લીનાસિંહ નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ગૌરાંગ દહીયાએ પોતાની સાથે અપરણિત હોવાનો દાવો કરીને સબંધ બાંધ્યા હતા. અને બાદમાં તેમને ખબર પડી હતી કે, ગૌરાંગ દહિયા પરણિત છે. અને પોતાની સાથે છેતરપીંડી કરીને સબંધ બાંધ્યા હતા તેમજ પોતા પર ખોટી રીતે શોષણ કર્યું તે બાબતની ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દિલ્હીની મહિલાએ પોતાની સાથેના ગૌરાંગ દહીયાના ફોટોગ્રાફ્સ સહિતના પુરાવા પણ જાહેર કર્યા હતા.
ફરિયાદ નોંધાયા બાદ ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ દહીયાને જવાબ રજુ કરવા માટે નોટીસ આપી હતી. પણ દહિયા તપાસ સમિતિ સમક્ષ હાજર થયા નહી. જે બાદ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સીંઘ દ્વારા ગૌરાંગ દહીયાને દિલ્હીની મહિલા સાથે છેતરપીંડી અને શોષણ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા.