કબરકા ડેમ ફાઈલ તસ્વીર

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા : તા.5 દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સતત બે દિવસના વરસાદના લીધે દરેક ડેમોમાં નવા પાણી આવ્યા છે. ત્યારે ભાણવડના કબરકા અને વેરાડી - 1 ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છું.

સાંજના 8 વાગ્યાં સુધીના મળતા સમાચાર મુજબ ભાણવડના કબરકા ડેમમાં 70% ની સપાટી સુધી અને વેરાડી - 1 માં 80%ની સપાટી સુધી પાણી ભરાઈ ચુક્યા છે અને નવા પાણીની આવક અવિરત ચાલુ છે. ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરી અને કંટ્રોલ રૂમ તરફથી ભાણવડ પ્રાંતઅધિકારી,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીને તળાવના નીચાણવાળા ગામો કબરકા,ભોરીયા,ફોટડી,સઈદેવળીયાના લોકોને સાવચેત રહેવા માટે જણાવાયું છે. જરૂર પડ્યે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા તાકીદ કરવામાં  આવી છે.