જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની સેવાકીય સંસ્થા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પયર્વિરણની જાગૃતિના ભાગરૂપે ભારતના વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે. જામનગરના ગૌરવપથ માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 67માં જન્મદિવસ નિમેતી પ્રથમ વખત 67 વૃક્ષ્ાોનું સંતો મહંતો અને મહાનાભુવોની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેનું જતન કરવામાં આવી રહયુ છે. સાથોસાથ પ્રતિવર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જન્મદિવસે એક એક વૃક્ષનો વધારો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે વધુ એક વૃક્ષનું ટ્રસ્ટી જીતુભાઈ લાલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગરની સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 67 માં જન્મદિવસે તા.17-09-ર016 ના દિવસે જામગનરના ગૌરવપથ માર્ગ પર 67 લીમડા, પીપળા સહીતના રોપાઓ વાવવામાં આવ્યા હતા અને તેના પર ટ્રી ગાર્ડ મુક્વામાં આવ્યા હતા. જે તમામનું જતન પણ કરવામાં આવી રહયું છે. ત્યારે ફરીથી આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસની ઉજવણી ભાગરૂપે નવા એક રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને જામનગર શહેરની પયર્વિરણની જાળવણી માટે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગી બન્યુ છે.
જામનગરમાં એચ.જેે.લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા વૃક્ષારોપણ કરવાની સાથે સાથે તેને જતન કરવાની જવાબદારી પણ નિભાવવામાં આવી રહી છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા વૃક્ષ્ાારોપણ કરાયેલા ઝાડ પૈકી કેટલાક ઝાડ આઠથી દશ ફુટની ઉંચાઈ સુધી પહોંચી ગયા છે. આમ વડાપ્રધાનના જન્મદિવસે વૃક્ષારોપણ અને તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારીને જામનગરને અનોખી ભેટ આપી છે.