જામનગર મોર્નિંગ - ભાણવડ, જામનગર અને રાજકોટ એસીબીની ટીમને આજે વધુ એક સફળતા મળી છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા મયુર રામભાઈ ગોજીયા નામના એલઆરડી પોલીસ કોન્સ્ટેબલે તા.૨૯/૦૮/૧૯ ના રોજ આ કેસના ફરિયાદીના કબજામાંથી દેશી દારૂની એક કોથળી પકડેલ જેનો કેશ નહિ કરવાના રૂ.૨૦,૦૦૦/-ની લાંચની માગણી કરેલ જે રકઝકના અંતે રૂ.૧૦,૦૦૦/-આપવાના નક્કી કરેલ, પરંતુ ફરિયાદીએ લાંચની રકમ આપવી ન હોય જેથી એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરેલ.
દરમ્યાન તા.૩૧/૦૮/૧૯ ના રોજ પોલીસકર્મીએ ફરીયાદી પાસેથી રૂ.૨૫૦૦/- લઈ
લીધેલ અને બાકીના રૂ.૭૫૦૦/- આજે બાર વાગ્યે ભાણવડ ખાતે આપવાનો વાયદો કરેલ
જે અન્વયે આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે એસીબી રાજકોટે ગોઠવેલ લાંચના
છટકામા પોલીસકોન્સ્ટેબલે ફરિયાદીને લાંચની રકમ પ્રજાજન અંકિત પોપટ ને આપી
દેવાનું જણાવતા અંકિત પોપટે સ્વીકારી અને ફરિયાદીના ફોનમાંથી કોન્સ્ટેબલ
મયુર ગોજીયાને રૂ.૭૫૦૦/- મળી ગયેલ હોવાની જાણ કરી બને આરોપીઓ એકબીજાને
મદદગારી કરી પ્રજાજન અંકિત પોપટ ને એસીબીએ ઝડપી પાડેલ જયારે પોલીસકર્મી
હાજર નહિ મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરેલ છે, આ કાર્યવાહી ટ્રેપિંગ
અધિકારી પી.આઈ. પી.વી.પરગડુ સાથે દ્વારકા,જામનગર અને રાજકોટ એસીબી ટીમ
દ્વારા ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામા આવી
હતી.