કઈ રીતે બની શકે આ શોપ ?: ટ્રાફિકમાં સુધારા ના બદલે વધારામાં કામગીરી થઇ રહી છે:  લોકોમાં ચર્ચાનો વિષય 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા એવા લીમડા લાઈન વિસ્તારમાં ટ્રાફિકને અવરોધક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર શટર નાખી મોબાઈલની દુકાન બનાવવામાં આવી છે. જામનગર મહાનગરપાલીકા માંથી જાણવા મળતા મુજબ ઉપરોક્ત જગ્યામાં જે તે સમયે આ જગ્યાની ઈમ્પૅક્ટ ફી વસુલ લઈ બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આવી માગણીનો મહાનગરપાલિકા દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દે આ આસામી દ્વારા રૂડામાં આગળની કાર્યવાહી ચલાવી રહેલ છે, તે તેમણે જણાવ્યું હતું.
ત્યારે પ્રશ્ન એ છે કે રહેણાંક મકાનમાં કોમર્શિયલ પરમિશન કઈ રીતે મળી શકે? વિશેષમાં આ અંગેનું શોપ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યું તે પણ એક પ્રશ્ન લોકોમાં ચર્ચાય રહ્યો છે. કેમ કે આ વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા અને સ્કૂલોના વિધાર્થીઓની અવર-જવર રહેતી હોય અને આ રીતે રહેણાંક મકાનના ઉપયોગ માટેની નીમ થયેલ જગ્યામાં શોપ કે કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે તે તો ટ્રાફિકનો પ્રશ્ન વધુને વધુ વિકટ બની રહે અને સરકારશ્રીના ધારા ધોરણરહી વિરુધ્ધની આ કાર્યવાહી સામે મહાનગરપાલિકાએ પણ કાર્યવાહી કરવી ઘટે તેવું આજુબાજુના વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે.