જામનગર મોર્નિંગ - જામનગર તા. ૬ઃ જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે લોકોને અંધારપટ્ટમાં મુશ્કેલી ભોગવવી પડી હતી.
હાલમાં પણ ગરીબ અને સ્લમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવા છતાં ફરિયાદોનો નિકાલ થઈ ગયો છે તેવા સંદેશા અંગે તપાસ થવી જરૃરી છે.
જામનગર મહાનગરપાલિકાના લાઈટ શાખાના નાયબ ઈજનેરની ઘોર બેદરકારી તથા બીનકાર્યક્ષમતાના કારણે લાઈટોના ધાંધિયા પ્રવર્તી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ વિરોધ પક્ષના પૂર્વ નેતા કોર્પોરેટર વકીલ આનંદ ગોહિલે કર્યો છે. મ્યુનિ. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં તેમણે લાઈટ શાખાના ધાંધિયા અંગે તપાસ કરી લાઈટ શાખાના અધિકારી વિરૃદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.