દેવભૂમિ દ્વારકા તા.૫, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામો અને શહેરોની પીવાના પાણીની પરિસ્‍થિતિની  સમીક્ષા બેઠક કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
          બેઠકમાં પાણી પુરવઠા ઇજનેરશ્રી નાગરે જિલ્‍લામાં પાણીની હાલની પરિસ્‍થિતિ અંગે વિગતો આપતા જણાવ્‍યું હતુ કે, દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ૨૩૫ ગામો અને ૬ શહેરોનો સમાવેશ ડેમ આધારિત/નર્મદા પાઇપલાઇન આધારિત ૧૦ જુથ યોજનાઓમાં થયેલ છે. જિલ્‍લામાં કુલ ૬૦ એમ.એલ.ડી.ની પીવાના પાણીની જરૂરિયાત છે. તે પૈકી હાલમાં નર્મદા પાઇપલાઇનમાંથી ૫૫ એમ.એલ.ડી.પાણી આપવામાં આવે છે.
          હાલમાં જિલ્‍લાનાં જુથ યોજનાનાં કુલ ૨૩૫ ગામો પૈકી ૧૩૭ ગામોને જુથ યોજના દ્વારા પાણી આપવામાં આવે છે. ૯૮ ગામોને સ્‍થાનિક સોર્સ જેવા કે કુવા, બોર આધારિત વ્‍યકિતગત પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ૨૨૭ ગામોમાં કુલ ૧૧૫૨ હેન્‍ડપંપ કાર્યરત છે. હેન્‍ડ પંપ રીપેરીંગ કરવા માટે એક ગેંગ કાર્યરત છે. ગ્રા.પં./ સ્‍થાનિક લોકો તરફથી ફરીયાદ મળ્યે રીપેર કરવામાં આવે છે. તા.૧-૪-૧૯ થી ૦૫/૦૯/૧૯ સુધી કુલ ૨૯૮ હેન્‍ડપંપ રીપેર કરવામાં આવેલ છે.
નળ સે જલ યોજાનામાં જિલ્‍લાના તમામ ગામોને ૧૦૦ ટકા નળ જોડાણ આપવાના લક્ષ્‍યાંક છે. જેને ધ્‍યાને લઇ વાસ્‍મો દ્વારા જે ગામોમાં ઘટત વ્‍યવસ્‍થા છે તેનું સર્વે કરવાની કામગીરી ચાલુ છે.
આ બેઠકમા જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, પાણીપુરવઠા, વાસ્‍મો તેમજ જિલ્‍લાનાં વિવિધ વિભાગોના લગત અધિકારીશ્રીઓ  ઉપસ્‍થિત રહયા હતા.