મહિના દિવસ પહેલા વરસાદ માટે કાળો કકળાટ કરતો માનવી આજે વરસાદ બંધ કરાવવા માટે પ્રાર્થના કરી રહ્યો છે !

વીતેલા 5-6 વર્ષથી સરેરાશ નબળો વરસાદ પડતા માણસો કૃત્રિમ કારખાના,ઉદ્યોગો અને પર્યાવરણના નુકશાનને જવાબદાર ગણવા માંડ્યા..  પણ કુદરતના કરિશ્મા સામે કોઈનું કશું જ ના ચાલે....  કુદરત ધારે તો ભર ઉનાળે પણ જળાશયો છલકાવી મૂકે.

જામનગર મોર્નિંગ - જામનગર તા.29 : જામનગર, ગુજરાત સહીત દેશ- ભરમાં દર વર્ષે ઓછા પડતા જતા વરસાદને કારખાના,ઉદ્યોગોની ક્રાંતિથી થતા પ્રદુષણ અને પર્યાવરણના થતા નુકશાન સાથે આપણે સરખાવતાં આવ્યા છીએ. અને મહદઅંશે એ વાત પણ સાચી છે કે પ્રદુષણનો મોટો ફેલાવો અને પર્યાવરણનું મોટા પાયે થતું નુકશાન,  ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં હાલતુ મોટા પાયે ખાણ કામ વરસાદ ઓછો પડવા પાછળ જવાબદાર હોય શકે.

વીતેલા દશકામાં અનેક નવા ઉદ્યોગો સ્થપાયા.. અનેક માઇનિંગ પ્રોજેક્ટ શરુ થયાં... અનેક જંગલો અને ડુંગરો કપાઈ રહ્યા છે. અને 5-6 વર્ષથી વરસાદ પણ બહુ ઓછો પડી રહ્યો. એટલે આપણે નિરાશ થઇ ગયા કે આવુજ ચાલશે તો વરસાદ ઘટતો જશે. 

ચાલુ વર્ષે પણ વર્ષાઋતુના અંતથી થોડા દિવસ પહેલા સુધી વરસાદ ના પડ્યો...  લોકોએ વરસાદ માટે કાળો કકળાટ શરુ કર્યો...  હવન, પૂજા યજ્ઞો દ્વારા વરુણ દેવને રીઝવવાના પ્રયાસો કર્યા... પણ તે કોઈનું ના માન્યો અને અચાનક ઋતુના અંતિમ દિવસોમાં અચાનક પડ્યો અનરાધાર પડ્યો... દરેક જળાશયો છલકાવી મુક્યા...  રસ્તાઓ ધોઈ નાખ્યા...  પ્રદુષણ ઓકતા કારખાના, જંગલોમાં ચાલતું માઇનિંગ કામ, ડુંગરોમાં નીત નવા બનતા રસ્તાઓ આ બધું જ બંધ કરાવ્યું વરસાદ સ્વયંમએ....  ત્યારે કહેવું પડે કે માનવીની લાખ ચાલાકી સામે કુદરતની એક કરામત કારગત નીવડી જાય છે.....
મહિના પહેલા વરસાદ માટે કાળો કકળાટ કરતા માનવી આજે વરસાદ બંધ કરાવવા માટે કાલાવાલા કરી રહ્યો છે....

- ભરત હુણ
સ્થાપક તંત્રી : જામનગર મોર્નિંગ અને પોરબંદર મોર્નિંગ