જામનગર 

ગં.સ્વ. જસવંતીબેન તે સ્વ. ચંપકલાલ જગજીવનદાસ સારડાના પત્ની તે સ્વ. કિશોરભાઈ, જ્યંતીભાઈ (બીઓબી) સ્વ. ગીરીશભાઈ અને તે કમલેશભાઈ (હરિયા સ્કૂલ)ના માતૃશ્રી તેમજ ગૌરવ સારડાના દાદી (સત્યસાંઈ સ્કૂલ)નું તા. 08-09-2019ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 09-09-2019, સોમવારના રોજ સાંજે 4:00 થી 4:30 દરમ્યાન હેમેશ્વર મહાદેવના મંદિર, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે. 

જામનગર 

સ્વ. ઈશ્વરલાલ છગનલાલ કામદારના ધર્મપત્ની ગુણવતી બેન (ઉ.વ.92) તે યોગેશભાઈ, શૈલેષભાઇ, કિર્તીભાઈ, ચંદ્રેશભાઈ, હિતેષભાઇ તેમજ કમલેશબેન હરીશકુમાર શેઠ (રાજકોટ) તથા બીનાબેન નિલેષકુમાર મેતાના માતૃશ્રી તા. 07-09-2019ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 09-09-2019 સવારે 9:00 કલાકે તેમજ પ્રાર્થનાસભા સવારે 11:00 થી 12:00 કલાકે કામદાર વાડી, અંબર સિનેમા પાસે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે. 

જામનગર 

ગં.સ્વ. નિરંજનાબેન ફુલશંકરભાઈ રાવલ (ઉ.વ.95) (સિક્કાવાળા) હાલ જામનગર તે કિરીટભાઈ રાવલ તથા કાંતિભાઈ રાવલના માતૃશ્રી તા. 07-09-2019ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 09-09-2019, સોમવારના રોજ સાંજે 5:00 થી 6:00 દરમ્યાન ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ખોડિયાર કોલોની, રોયલ પુષ્પપાર્ક સામે જામનગર ખાતે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.