દ્વારકાવાસીઓએ સોશ્યલ મીડીયામાં રોષ ઠાલવ્યો 

જામનગર મોર્નિંગ - દ્વારકા 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જમીન દબાણ કરતા ભુમાફિયાઓનો રાફડો ફાટ્યો છે, તાજેતરમાં દ્વારકાની સોસાયટીઓમાં તથા સાર્વજનીક પ્લોટમાં મોટા નેતાઓ લુખા તત્વોને સાથે રાખી સાર્વજનીક પ્લોટમાં કબ્જો જમાવી લાખો રૂપિયાના કૌભાંડ કરી રહ્યા છે, આ જમીન કૌભાંડમાં દ્વારકાના ચીફ ઓફિસર તથા નગરપાલીકા તંત્ર પણ આવા નેતા તથા ભૂમાફિયા લુખાતત્વો સાથે છે કે પછી લાચાર છે...? તેવું સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાએ જોર પકડ્યું છે.