અટક કરેલ આરોપી સાથે એસ.ઓજી.પોલીસ કોન્સ્ટેબલ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા એસ.પી. આનંદ રોહન અને એ.એસ.પી.પ્રશાંત સુબેએ દેવભૂમિ દ્વારકા પોલીસના વિવિધ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની દેવભૂમિ દ્વારકાના એસ.ઓ.જી.,એલ.સી.બી. અને જીલ્લાના પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સુચના આપેલ હોય.

દેવભૂમિ દ્વારકાના એસ.ઓ.જી.ટીમના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.હેરભાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ઈરફાન ખીરા અને નીલેશ કારેણા ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેમને અંગત બાતમી મળેલ કે જામ ખંભાળીયા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુ.રજી.નંબર - ૧૪૦/૧૮ પ્રોહી કલમ ૬૫ ઈ,૯૮(૨)મુજબનો ભાણવડનો ઇસમ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી ઇસમ વીરા ઉર્ફે વીરો સેજા રબારી  ભાણવડના રાણપર ગામે બસ સ્ટેન્ડએ આવવાનો હોય જે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી ઈસમ આવતા અટક કરીને  ખંભાળીયા પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સુપરત કરેલ.