તસ્વીર - ભુપતભા માણેક


જામનગર મોર્નિંગ - દ્વારકા તા.૦૧ : દેવભૂમિ દ્વારકાના ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવતા સુરજકરાડી થી શામળાસર જતો રોડ સુરજકરાડી થી દેવપરા ગામ સુધી ૩-૪ કિમી સીસી રોડ આવેલો છે. જે સીસી રોડ અતિ બિસ્માર હાલતમાં આવેલ છે. રોડમાં જગ્યાએ - જગ્યાએ મોટા ગાબડા પડી ગયેલ છે. આજુ બાજુના ગ્રામ જનોને અને લોકોને આવવા જવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોડ તાકીદે રીપેર કરવો જરૂરી છે.