જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.6 : યાત્રાધામ હર્ષદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના આઠમા નોરતે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું આ હવન પ્રસંગે વેપારીઓ દ્વારા દર્શને આવતા ભક્તોને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 19 વર્ષોથી દર વર્ષે હરસિદ્ધી વેપારી મંડળ એસોસીએન દ્વારા અહીં પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તોને ફરાળી પ્રસાદી આપવામાં આવે છે હરસિદ્ધિ માતાજીના આઠમા નોરતે હવનનું આયોજન બાદ દર્શને આવતા ભક્તોને વેપારીમંડળ દ્વારા પ્રસાદ આપવામાં આવે છે