મોટો ભ્રષ્ટચાર થયો હોવાની શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું
જામનગર મોર્નિંગ - જામનગર 
ટોચના સુત્રોમાંથી જામનગર મોર્નિંગને  જાણવા મળતી વિગત મુજબ મહાપ્રભુજીની બેઠકની સામે એક કોન્ટ્રાકટર દ્વારા પાણીના ટાંકાનું પ્રાઈવેટમાં વિતરણ કરતા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. અંદાજીત દરરોજના 18 થી 23 પાણીના ટાંકા ભરાઈ છે તેમાંથી અમુક પાણીના ફેરા પ્રાઇવેટમાં થતા હોય તે એક તપાસનો વિષય છે. જામનગર મોર્નિંગને ટોચના  સુત્રોમાંથી જાણવા મળે છે કે પ્રાઇવેટમાં પાણીના ટાંકાના અમુક ફેરા થઇ થયા છે અને પ્રાઇવેટમાં ફેરા કરતા કોન્ટ્રાક્ટરને પ્રાઇવેટમાં ફેરા પકડાતા 25 થી ત્રીસ હજારનો દંડની જોગવાઈ છે અને જોવાનું રહ્યું છે કે તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં? 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાકટર અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી મિલી ભગતથી મનપાની તિજોરીની રોજનું ખુબ જ મોટા પ્રમાણમાં બુચ મારે છે. બજારમાં ચર્ચાએ જોર પકડ્યું છે હવે કમિશનર સાહેબ આ અધિકારી અને કોન્ટ્રાકટર વિશે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે.
( વધુ વિગત આવતા અંકે)