જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.6 : આપણે હાલ ડિજિટલ ઇન્ડિયા અને ડીજીટલ ગુજરાતની ખૂબ મોટી વાતો કરતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ ચારે તરફ ઓનલાઈન ફોર્મ અને સુવિધાની વાતો થાય છે પણ જો મહત્વની સરકારી કચેરીઓમાં જ નેટ ની કનેક્ટિવિટી ના હોઈ તો વિચારો આ ક્યાં ગુજરાતના વિકાસની આપણે વાતો કરી રહ્યા છીએ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાની 25 દિવસથી નેટ ના લોચા થી પડી રહી છે જેથી લોકોને હાલાકી પડી રહી છે
આધુનિક ભારત ડિજીટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આવા કેટલાય ગુલબાંગો આપ ટીવી અને મોબાઈલમાં સતત જોતા જ હશો ચારે તરફ ઓનલાઇન થી જોડાતા ભારત ની વાતો ચારે તરફ થતી રહી છે પણ અમે તમને એવા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં 25 દિવસોથી સરકારી કચેરીઓમાં જ કનેક્ટિવિટી નથી સાંભળ્યું ને તમે તમને અજીબ પણ જરા લાગતું હશે કે ભાઈ આવું કેમ બની શકે પણ આ વાસ્તવિકતા છે કલ્યાણપુર તાલુકાની જ્યા હજુ વિકાસ અને ડિજિટલ યુગ વર્ષો પાછળ હોઈ એવા ઘાટ સર્જાય રહ્યા છે
ડિજિટલ યુગની વાતો વિકાસ અને ૨૪ કલાક કનેક્ટિવિટી ની વાતો કરતી સરકાર જરા સાંભળે...કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 25 દિવસથી નેટ કનેક્ટિવિટી બંધ હોવાના કારણે આધારકાર્ડ,વિધવાસહાય ,મધ્યાહન ભોજન યોજના,સરકાર ને જેનાથી આવક થાય તેવા દસ્તાવેજી કામો સહિત સામાન્ય લોકો માટેના આવક જાતિના દાખલા થી માંડી 7-12 સુધી બધું જ બંધ પડ્યું છે જામકલ્યાણપુર તાલુકાની મામલતદાર કચેરીમાં..લોકો 25 દિવસથી હેરાન થઈ રહ્યા છે કોઈ કનેક્ટિવિટી શરૂ થઈ નથી આખરે ડિજિટલ યુગમાં તાલુકાના 64 ગામોના કામ કેમ થશે..એ પણ એક ખૂબ વેધક સવાલ છે
કલ્યાણપુર તાલુકાની તમામ મહત્વની કચેરીઓ પોલીસ સ્ટેશનથી માંડી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સહિત બધે કનેક્ટિવિટી બંધ હોઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે જરૂરિયાત વાળા કામો માટે લોકોઈ હેરાન થવું પડે છે દસ્તાવેજો સહિત આવકના દાખલ માટે વિદ્યાર્થીઓને હેરાન થવું પડી રહ્યું છે હજુ નેટ કનેક્ટિવિટી શરૂ નથી થઈ બી એસ એન એલ માં યાંત્રિક ખામી સર્જાતા હજુ બેંગ્લોર આ સામાન મળે અને એ પણ હજુ આવ્યો નથી ઉપર સુધી રજૂઆતો અને ફાઇલોના ઢગલા થવા આવ્યા સામાન્ય કામ બી એસ એન એલ રીપેર કરી ન શકતું હોઈ અથવા કદાચ મોટા કંપનીના આગમન ને ફાયદો પહોંચાડવા પણ આવા નાટકો કોઈ વ્યવસ્થિત આયોજન દ્વારા કરવામાં આવતા હોય લોકોને કનેક્ટિવિટી બંધ રહેતા ભારે હાલાકી પડી રહી છે તો તાલુકાના 64 ગામોનું કામ ભારણ વધતા અધિકારીઓ પણ હાલ ભાણવડ અને કલેક્ટર કચેરીએ પેન્ડિંગ કામો માટે રાત દિવસ મથવા જઈ રહ્યા છે ત્યારે બી એસ એન એલ ને પાસે કામ રીપેર કરાવાના પૈસા નથી એવો સવાલ સામાન્ય જનતામાં ઉઠી રહ્યો છે