જામનગર મોર્નિંગ : જામનગર
 જામનગરના સેસન્સ જજ તરીકે કાર્યરત ન્યાયધીસ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આવેલ જજીસ બંગલાના સરનામે કોઈ સખ્સે પત્ર પાઠવી આ કૃત્ય આચરતા સનસનાટી મચી જવા  પામી છે, સેસન્સ જજ અને તેનો પરિવાર વેકેશન કરવા બહાર ગામ ગયો હતો તે દરમિયાન કોઈ સખ્સ ધમકી ભરેલ ભાષામાં લખાણ લખી પત્ર ફેકી ગયાની વિગતો સામે આવી છે.

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ સામે સરકારી વસાહતમાં આવેલા જજીસ બંગલામાં રહેતા સેશન્સ જજ પંકજકુમાર રાવલના ઘરે કોઇ શખ્સ દ્વારા ધમકી ભર્યા પત્ર નાખીને  જાનથી મારી નાખવાની પરોક્ષ ધમકી આપ્યાની સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સેશન્સ જજના પુત્ર મોનીલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.10/8 થી આજ દિવસ સુધીના ગાળા દરમ્યાન બંગલે ધમકી ભર્યા પત્ર નાખી પોતાને, સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા પિતા અને સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી ભર્યુ લખાણ પત્રમાં લખી ગુન્હો આચર્યો હોવાનો  શકદાર સામે આરોપ લગાવાયો છે.


પોલીસે શકદાર હિતેષકુમાર પરષોતમભાઇ શેઠ સામે આઇપીસી કલમ 507, 506(2) મુજબ ફરિયાદ નોંધી છે. શકદાર તરીકે જેનુ નામ છે તે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ શકદાર અગાઉ સેશન્સ જજના નિવાસ સ્થાને ફરજ પણ બજાવી ગયો હોવાની વિગતો પોલીસ સુત્રોમાંથી જાણવા મળી છે.