અધિકારીઓની મીલીભગત કે પછી મીઠુંમોઢું થઇ ગયું છે?

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગરના હર્ષદમિલ ચાલી નજીક વિશાલ બેકરીની પાછળ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ ધારકને નોટિસ અપાયા બાદ પણ ટાઉન પ્લાનીગ વિભાગ કોઇ નક્કર કાર્યવાહી કરવાના બદલે હાથ પર હાથ ધરીને બેઠું છે બાંધકામ રાબેતા મુજબ થઈ રહ્યું છે જાણવા એવું પણ મળી રહ્યું છે કે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તે જામનગરના બીજો પ્લોટ  એ વિસ્તાર નજીક આવેલ એક બેકરીના સંચાલક પરિવારના સભ્યનું છે ગેરકાયદેસર બાંધકામ હોવાનું ખુદ અધિકારીઓ કબૂલ કરે છે પરંતુ આ ગેરકાયદેસર બાંધકામના પગલા કોના દબાણને વશ થઈને નથી લઈ રહ્યા તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ટાઉન પ્લાનીગ વિભાગનું તંત્ર કેટલાક મળતીયાઓ નો સહારો લઈને આવા ગેરકાયદેસર બાંધકામો પર સીધી મીઠી નજર રાખી અને મલાઈ તારી રહ્યા નો પણ સૂત્રો જણાવે છે આ બાંધકામ મહદ અંશે પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ટાઉન પ્લાનીગ વિભાગ ને કે વોર્ડઇન્સ્પેક્ટર તેમને જાણ ન હોય તે બાબત માનવામાં આવે છે તેમ નથી હવે જોવાનું એ રહે છે કે ટાઉન પ્લાનિંગ વિભાગ જાણે છે આ ગેરકાયદેસર બાંધકામ છે હવે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ  દ્વારા હથોડો ક્યારે ઉપાડશે તે જોવાનું રહ્યું.
આ મામલે આગામી સમયમાં અરજદાર દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓ અને આરટીઆઈ હેઠળ માહિતી માંગી સમગ્ર મામલા નો પર્દાફાસ ઉપરાંત શહેરમાં આવા કેટલા અન્ય બાંધકામો છે તે અંગે પણ ટાઉન પ્લાનીંગ વિભાગ ને કોર્ટમાં ઘસડી જવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણકારો કહે છે.