જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના રણજીત સાગર રોડ ઉપર મોટા પાયે ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. મનપાના ભ્રષ્ટ અને નિર્ભર તંત્રને આ બાંધકામની જાણ હોવા છતાં ઈરાદા પૂર્વક આ કામને અટકાવવામાં આવતું ના હોવા પાછળ મનપાના ટીપીઓ શાખાના ભ્રષ્ટ અધિકારીઓની મીલી મુરાદ હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ મોટા પાયે ગેરકાયદે બાંધકામ તાકીદે દૂર કરવા માટે મનપાના ભ્રષ્ટ અધિકારી સમક્ષ અનેક લોકોએ વારંવાર રજુઆત કરવા છતાં ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી હલતું નથી.
મનપાના કહેવાતા જાંબાઝ કમિશનર શ્રી દ્વારા આ બાબતે ટીપીઓ શાખાના જવાબદાર લોકોને બોલાવી સાચી હકીકત જાણી અને તાકીદે આગળની કાર્યવાહી હાથ ધરી અને ગેરકાયદે બાંધકામ તુરંત દૂર કરવાની જરૂરી આદેશો આપવા જોઈએ તેવું સર્વત્ર લોકમુખે ચર્ચાય રહું છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે નાના માણસના મકાન પર ભ્રષ્ટ તંત્ર બુલડોઝર ફેરવવામાં એક મિનિટ પણ નથી બગાડતું ત્યારે જોવાનું રહ્યું કે મોટા માથાઓ સામે ક્યાં સુધી ચૂપ રહે છે.