દ્વારકા : આરંભડા ગાત્રાળ મંદિર રોડ પર આવેલા ભવનાથ દેવાલય ખાતે કાલ ભૈરવદાદા અને શનિદેવ મહારાજની નૂતનમૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કારાભા બોઘાભા માણેક પરિવાર દ્રારા યોજાયેલ. આ ઉપરાંત સુરાપુરાદાદાનો હવન પણ રાખવામાં આવેલ. આ પ્રસંગે શ્રીબ્રમ મુની બાપુ,ગોવિંદદાસ બાપુ ,મનસુખભાઈ બારાઈ,બાલુભા કેર ઉપરાંત સાધુ- સંતો,વેપારીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા. આખા દિવસનાં કાર્યક્રમમાં હવન,નૂતન ધ્વજારોહણ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામા આવેલ.
ભવનાથ દેવાલયનાં વિશાળ પટાંગણમાં સુંદર બગીચો અને ખુલ્લુ મોટુ મેદાન ઉપરાંત તમામ સગવડો હોવાથી દરરોજ બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. વળી અહીં જન્મ દિવસ કે પીકનીક પાર્ટી અને સગાઈ-લગ્ન જેવા પ્રસંગો પણ થઈ રહ્યા છે.

તસ્વીર : ભૂપતભા માણેક : મીઠાપુર