ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર થી 22 કિમિ દૂર કાલાવડ રોડ પર ભાવીભી ખીજડીયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત નિપજ્યા હતા તેમજ ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયારે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરથી 22 કિમી દૂર કાલાવડના ભાવીભી ખીજડીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર જામનગરના રહેવાસી સબીરભાઈ, આઇસાબેન, નીરઝા, નવાજ, રિઝવાનાબેન, જયમીન બેન, રિયાન અને મનાઝીર નામના આઠ સભ્યો પોરબંદર બાજુમાં આવેલ બાવળાવદરમાં આવેલી કામલસા પીરની દરગાહની સલામી ભરી પરત ફરી રહ્યા હતા ત્યારે ભાવીભી ખીજડીયા પાસે અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જયારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 
કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે કારણો ભૂકો બોલી ગયો હતો અને મૃતકોના લોહીના કારણે હાઇવે રક્તરંજિત બની ગયો હતો,  પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પુર્વવત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી આસપાસના ગામલોકોએ દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આસપાસના ગામના ટોળા એકત્ર થઇ ગયા હતા.