જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં રાજકોટ રોડ સ્થિત આવેલ તોલમાપ ખાતાની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી કર્મચારીને રૂપિયા 200ની લાંચ લેતા ઝડપી લેતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીએ તોલમાપ વિભાગમાં છટકું ગોઠવી નજીવી રકમ સ્વીકારનાર અરજદાર પાસેથી નજીવી રકમ સ્વીકારતા આબાદ ઝડપાય ગયો હતો અને લાંચમાં ઝડપાયેલા કર્મચારી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 
મળતી વિગત મુજબ જામનગર એસીબીની ટીમને ડીકોય ટ્રેપમાં સફળતા મળી છે. મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનની કચેરી,  સેવાસદન -4, રાજકોટ રોડ, જામનગર ખાતે આવેલ છે. આ કચેરીમાં ચાલતા રોકડીયા વ્યવહાર  અંગે એસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી, કે તોલમાપ ખાતા ની કચેરીમા તોલમાપ ખાતાના અધિકારી ઇલેક્ટ્રિકલ વજનકાંટા ને  સ્ટેમ્પિંગ કરી  અને સર્ટિફિકેટ મેળવવા માટે અવેજ પેટે રૂ.100/- થી રૂ.500/- સુધી ની લાંચ ની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારવામાં આવે છે., તે માહિતી ના  આધારે એક જાગૃત નાગરીક નો ડિકોયર તરીકે સહકાર માંગતા, ડિકોયરને સ્ટેમ્પિંગ કરાવી સર્ટિફિકેટ મેળવવાનું હોય, આજરોજ ડિકોય નું આયોજન કરી, ગોઠવેલ ડિકોય ના છટકા દરમિયાન રમેશ રવજીભાઈ માકડીયા સીનીયર ઇન્સ્પેક્ટર, વર્ગ-3,  તોલમાપ કચેરી, જામનગર.i/c આસિસ્ટન્ટ કંટ્રોલર લીગલ મેટ્રોલોજી, જામનગર એ રૂ.200/- ની લાંચ માંગી સ્વીકારતા ઝડપાઇ ગયો હતો, આ કાર્યવાહી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ. એ.ડી.પરમાર  તથા જામનગર સ્ટાફે કરી હતી.