જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાંથી અંગ્રેજી દારૂની 12 બોટલ સાથે એલસીબીએ બાઈક સવાર બે શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના સાત રસ્તા વાલ્કેશ્વરી રોડ પરથી જીજે 10 સીએફ 9730 નંબરના બાઈકને એલસીબીએ અટકાવી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 12 નંગ બોટલ મળી આવતા અમીત જગદીશ બાવાજી અને કિશન મયુર કનખરા નામના બંને શખ્સને ઝડપી લઈ બાઈક સહિત રૂ. 30 હજારનો મુદામાલ કબ્જે લઈ ઝડપાયેલા બંને શખ્સને સીટી બી ડીવીઝન પોલીસના હવાલે કરી દીધા હતા. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ, ભરતભાઈ, નાનજીભાઈ, શરદભાઈ, દિલીપભાઈ, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ, ખીમભાઈ, હિરેનભાઈ, લાભુભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ભાઈ, સંજયસિંહ, મિતેશભાઈ, અજયસિંહ, બળવંતસિંહ, સુરેશભાઈ, લખમણભાઈ, ભારતીબેન, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.