સ્થળ પરથી રૂ. 28 હજાર ઉપરાંતની રકમ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર  
જોડીયા તથા જામજોધપુર તાલુકામાં જુગાર રમતા 14 શખ્સને પોલીસે રૂ. 28 હજાર ઉપરાંતની રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.  
જોડીયા તાલુકાના બાલંભવા ગામે જાહેરમાં જુગાર રમતા અજા મયા ટોયટા, ઈબ્રાહીમ અલ્લારખા કમોરા, હુસેન નુરુદીન, સલીમ ઓસમાણ કમોરા, દેવશી ગીગા ઠુગ, બાબુ છગન અને હરસદસિંહ સતુભા જાડેજા નામના સાત શખ્સને 12,550ની રોકડ રકમ સાથે જોડીયા પોલીસે ઝડપી લીધા હતા.
તથા જામજોધપુરના મોટાવડીયા ગામે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમતા ભગા કાના ગાગીયા, રામશી ખીમા ડાંગર, રાજેશ ખીમા કરંગીયા, ભોજા રામભાઈ, દેવાયત બાબુભાઈ, ભીખા કેશુરભાઈ અને જગદીશ ગોવાભાઈ નામના સાત શખ્સને સ્થાનિક પોલીસે રૂ. 15,650ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.