જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાંથી પોલીસે બે જગ્યાએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 6 બોટલ કબ્જે કરી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને કુલ મી રૂ. 77580 નો મુદામાલ કબ્જે લઈ ઝડપાયેલા શખ્સો સામે પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં દિ.પ્લોટ 58 વિસ્તારમાં સીટી એ પોલીસે દરોડો પાડી રાજેશ હીરજીભાઈ ભદ્રા નામના શખ્સના રહેણાંક મકાનેથી રૂ. 2500ની કિંમતનો ઈંગ્લીશ દારૂ કબ્જે લઈ તેની ધરપકડ કરી પ્રોહી એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
આ કામગીરી સંદીપભાઈ ચુડાસમા અને ગૌતમભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.  
જયારે જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાં આવેલ મયુર મેડીકલની બાજુમાંથી પસાર થતી જીજે 10 ટીડબ્લ્યુ 4719 નંબરની ઓટો રીક્ષા અટકાવી સીટી સી પોલીસે તલાસી લેતા તેમાંથી રૂ. 80ની કિંમતની 100 મીલી દારૂની બોટલ મળી આવતા ઓટો રીક્ષા સહિત કુલ મળી રૂ. 75080નો મુદામાલ કબ્જે કરી કિશન મનસુખભાઈ ગોસ્વામી અને મયુર રામજીભાઈ ચૌહાણ નામના બંને શખ્સની સીટી સી પોલીસે ધરપકડ કરી હતી.