જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરના રબારીકા ગામે જુગાર રમતા 7 શખ્સને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામજોધપુરના રબારીકા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ચનાભાઈ દેવાનંદભાઈ કરંગીયા, દેવાભાઈ વિરાભાઈ કરમુર, માલદેભાઈ હમીરભાઈ કરમુર, રાજશીભાઈ ધરણાંતભાઈ વસરા, નગાભાઈ ખીમાભાઈ, રામાભાઈ વિરાભાઈ અને મેરામણભાઈ હમીરભાઈ ચાવડા નામના 7 શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લઈ સ્થળ પરથી રૂ. 29 હજારની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.