દ્વારકાના ચરકલા ગામ નજીક
ત્રણ બાઈક સવાર શખ્સોનું પરાક્રમ : પરીવાર સાથે પગપાળા જતી વેળાએ બન્યો બનાવ
જામનગર મોર્નિંગ - દ્વારકા
દ્વારકાના ચરકલા નજીક પરીવાર સાથે ચાલીને જતા એક મહિલાના કાનમાંથી ત્રિપલ બાઈક સવાર શખ્સોએ સોનાના દાગીનાની ચીલઝડપનો પ્રયાસ કરેલ પરંતુ આ વેળાએ પરીવાર જનો સાથે મહિલા હોય તમામ એકઠા થઈ જતા બાઈક સવાર હવામાં ઓગળી ગયા હતા. બીજી તરફ પગપાળા જઈ રહેલ મહિલાને ધક્કો લાગતાં મુંઢ ઈજાઓ પહોંચી હોય પ્રાથમિક સારવાર હોસ્પિટલ ખાતે આપી દ્વારકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બાઈક સવાર શખ્સો સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે, જો કે બાઈકમાં સવાર આ ત્રણેય શખ્સો પોતાનું વાહન ત્યાં જ રેઢું મૂકી ભાગી ગયા હતા.
મળતી વિગત મુજબ દ્વારકાના ચરકલા ગામે આંબલીયારી ચોકડી પાસેથી પાબીબેન કાનાભાઈ મોરી (રહે. દ્વારકા) 38 વર્ષ નામના મહિલા ચાલીને ધોરીમઢી ગામે તેઓના પરિવારના સભ્યો સાથે જતા હોય દરમ્યાન આ રસ્તે પુરપાટ વેગે ત્રિપલ બાઈક સવાર શખ્સો ઘસી ગયા હતા અને ચાલુ બાઈકે પાબીબેનના કાનમાં રહેલ સોનાના દાગીનાની ચીલઝડપ કરવાનો પ્રયાસ કરેલ પરંતુ આ પ્રયાસ નિષ્ફ્ળ નિવળતા અને પાબીબેનને ધક્કો લાગતાં નીચે પટકાતા તેઓને હાથના ભાગે ઈજા પહોંચી હતી, દરમ્યાન તેઓના પરિવારના સભ્યો સાથે હોય તે જોઈ જતા અને એકઠાં થઈ જતા બાઈક ત્યાં જ રેઢુ મૂકી આ ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા બીજી તરફ પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પાબીબેન મોરીની ફરિયાદ પરથી અજાણ્યા બાઈક સવાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
0 Comments
Post a Comment