રાજકોટમાં રહેતા પતિ સામે દહેજ ધારા ભંગ બદલ ગુનો નોંધાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામની વતની અને રાજકોટમાં પરણાવેલી એક પરણિત યુવતિને તેણીના પતિએ દહેજના કારણે ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ પોતાના માવતરે આવ્યા પછી પતિ સામે દહેજ ધારા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા પાચસરા ગામમાં રહેતી સેજલબેન ભાવેશભાઈ ડાંગરિયા કે જેના લગ્ન ૨૦૧૪ ની સાલમાં રાજકોટમાં ગ્રીનલેંડ ચોકડી પાસે રહેતા ભાવેશ ડાંગરિયા સાથે થયા હતા.
જે લગ્નમાં શરૂઆતમાં સારી રીતે રાખ્યા પછી સેજલ બેન ને પતિ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો અને દહેજની માંગણી સાથે મારકૂટ કરી ઘરમાંથી હાંકી કાઢતા તેણે પોતાના માવતરે મોટાપાંચસરા ગામે આવી ગઈ હતી અને લાલપુર પોલીસનો સંપર્ક સાધી પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે સેજલબેન ના પતિ ભાવેશ કાનજી ડાંગર સામે આઇપીસી કલમ ૪૯૮-એ,૩૨૩,૫૦૪ અને દહેજ પ્રતિબંધક ધારા અધિનિયમ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.