જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસમાં નોંધાયા છે જેમાં એક યુવાનનું છાતીમાં દુખાવાથી તથા યુવાન અને મહિલાનું બીમારી સબબ મૃત્યુ નિપજતા આ ત્રણેય બનવા અંગે પોલીસે દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  
મળતી વિગત મુજબ રંગપર (પડાણા) ગામે રહેતા વીરેન્દ્ર ઉર્ફે ગોપાલભાઈ જગદીશભાઈ ચૌધરી નામના 42 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા મેઘપર પોલીસે આ બનાવ અંગે લક્ષ્મીબેન વિરેન્દ્રભાઈ દ્વારા જાણ કરાતાં વધુ તપાસ હાથ ધરી છે. 
જયારે જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ લોહાણા વાડી પાસે રહેતા રાકેશભાઈ ગગજીભાઈ ખટાપરા નામના 23 વર્ષના યુવાનનું પેટની અને ટીબીની બીમારી સબબ અમદાવદની સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે સીટી એ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તથા જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક અજાણી મહિલાનું ડાયાબીટીસ અથવા કોઈ અન્ય બીમારી સબબ મૃત્યુ નિપજ્યાનું સીટી એ ડિવિઝનમાં હિતેષગીરી ગોસાઈ દ્વારા જાણ કરાતાં ખંભાળિયા ચોકીના પીએસઆઈએ સ્થળ પર દોડી જઈ મૃતક મહિલાનો કબ્જો સંભાળી પીએમ અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડી અજાણી આ મહિલાના સગા સબંધીની ઓળખ હાથ ધરી છે.