સેન્ટીંગ કામ વખતે લોખંડની પ્લેટ વીજ વાયર સાથે અડી જતા વીજ અકસ્માત નડ્યો
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક નવા મકાનના બાંધકામના સ્થળે શેન્ટિન્ગ કામ દરમિયાન એક યુવાનને ઉપરથી પસાર થઇ રહેલી વિજ લાઈનમાંથી વીજ શોક લાગ્યો હતો અને તેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો અને સેન્ટીંગ કામ ની મજૂરી કરતો  હબીબ જુમાભાઈ ખીરા નામનો પાંત્રીસ વર્ષનો યુવાન ૧૨મી તારીખે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ફિરોજ ભાઈ બારીયા ના નવા મકાનના બાંધકામના સ્થળે કામ કરી રહ્યો હતો અને મકાનના બીજા માળે પતરા ગોઠવતો હતો. જે દરમિયાન અકસ્માતે  લોખંડનું પતરુ ઉપરથી પસાર થઈ રહેલી ઈલેક્ટ્રીક લાઈનને અડી જતા તેને વીજ આંચકો લાગ્યો હતો, અને શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.
 જેને સૌ પ્રથમ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે આરીફ ભાઈ જૂમાભાઈ ખીરા એ પોલીસને જાણ કરતા સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.