જોગવડના આઘેડ અને હાપાના વૃધ્ધનું ચક્કર આવતા મૃત્યુ 
જામનગર મોર્નિંગ - જામનગર 
મળતી વિગત મુજબ જામનગરમાં વાલ્કેશ્વરી નગરી, ઇન્દિરા માર્ગ ખાતે રહેતા આકાશ દેવાભાઈ ગોરીયા નામના 26 વર્ષના યુવાનને બંસી હોટલ ખાતે એકાએક ઉલ્ટીઓ થવા લાગતાં તાકીદે 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં સારવાર કારગત નહીં નીવડતા તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત છવાઈ ગયો છે, આ બનાવ અંગે મંથન પ્રવીણભાઈ માડમે સીટી બી ડિવિઝનમાં જાણ કરતાં હે.કો. વી.પી.સોઢા વધુ તપાસ ચલાવી રહ્યા છે. 
જયારે લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતો અશ્વીન વરજાંગભાઈ નામનો 47 વર્ષનો આઘેડ મેઘપર ગામે પોતાનું બાઈક ઉભું રાખી દુધ દેવા જઈ પરત આવી બાઈક પાસે પહોંચતા અચાનક તેને ચક્કર આવતા નીચે પડી જતા બેભાન હાલતમાં પ્રથમ સિક્કા અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં તેનું મૃત્યુ નિપજતા આ બનાવ અંગે ભરતભાઈ મથરએ જાણ કરતાં મેઘપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
ઉપરાંત જામનગરના હાપા ખાતે નવા આવાસમાં રહેતા માધુભાઈ પુરણભાઈ નામના 84 વર્ષના વૃધ્ધ જામનગરમાં વિકાસ ગૃહ રોડ પરથી ગત તા. 12ના રોજ ચાલીને જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વંદના બેન પ્રવીણભાઈએ જાણ કરતા હે.કો. વી.પી. સોઢા આગળની તપાસ ચલાવી રહ્યા છે.