પરણિતા પર ચાર શખ્સનો હુમલો
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી નસીમ બેન  જુસબ ભાઈ મથૂપોત્રા નામની ૩૨ વર્ષની પરિણીત યુવતીએ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હાજી ઓસમાણ ખફિ, આસિફ હાજી ખફી,વસીમ હાજી ખફી અને શહેનાઝ વસીમ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીનો પુત્ર રીક્ષા મા ટેપ વગ઼ાડતો હોવાથી આરોપીઓએ બંધ કરવાનું કહેતા તકરાર થઈ હતી. જેનું મન દુઃખ રાખીને આરોપીઓએ ઘરમાં ઘૂસી આવી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.