એક વ્યક્તિનુ મોત: બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરના બાલવા રોડ પર ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું હતું, જયારે બેને નાની-મોટી ઈજા પહોંચતા સારવારમાં ખસેડી જામજોધપુર પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામવાડી ગામે રહેતા અતુલભાઈ નામના વ્યક્તિ પોતાનું જીજે 10 બીડી 0306 નંબરનું બાઈક ચલાવી બાલવા રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી ત્રીપલ સવારીમાં જતા હોય દરમ્યાન જીજે 10 ઝેડ 003 નંબરની ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારતાં અતુલભાઈ અને તેમની પાછળ બેસેલ ભાવનાબેન બંનેને નાની-મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે, તેમજ આ બાઈકમાં બેસેલ એકતાબેનને ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ નિપજતા પરિવાર હતપ્રભ બની ગયો છે, આ બનાવ અંગે ખાનગી બસ ચાલક સામે સુરેશભાઈ બાબુભાઈ કાલરીયાની ફરીયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.