જામનગર મોર્નિંગ - જામનગર

સંસદ સભ્ય પૂનમબેન માડમના  અનુરોધ ને માન આપી રીલાયન્સ ફાઉન્ડેશનએ જામનગર સંસદીય વિસ્તારમાં  કોરોના પ્રતિકારાત્મક વ્યવસ્થા માટે રૂપિયા દોઢકરોડ ફાળવ્યા છે

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી નિયંત્રીત કરવા અને  સંક્રમિત થતી અટકાવવા અનેકવિધ અને સઘન તેમજ અસરકારક  પગલા લેવાઇ રહ્યા છે સાથે સાથે કેન્દ્ર સરકારએ જંગી રાહત પેકેજ જાહેર કર્યુ છે અને રાજ્ય સરકાર પણ આ દિશામા અનેક રાહત આપી રહી છે ઉપરાંત આ લડતમાં  સૌ સામુહિક કે સંસ્થાકીય રીતે જહેમત ઉઠાવી રહ્યા છે.

ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક  કોર્પોરેટ સેક્ટર્સ અને ઉદ્યોગગૃહો ને સંસદસભ્ય પૂનમબેન માડમએ અપીલ કરી આ મહામારી સામે લડત આપવા તબીબી સહાય અને સાધનો માટે તેમજ બીજી તાતી જરૂરિયાત ને પહોંચી વળવા માટે સી.એસ.આર. ફંડ ફાળવવા અનુરોધ કર્યો હતો

જે અનુરોધના સકારાત્મક  પ્રતિભાવના ભાગ રૂપે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરપાલીકા ના કમિશનરને રૂપિયા  ૫૦ લાખ તેમજ જામનગર જિલ્લા કલેક્ટર ને રૂપિયા ૫૦ લાખ અને દેવભૂમિદ્વારકા જિલ્લા કલેક્ટરને રૂપિયા ૫૦ લાખ એમ ત્રણેય ને  રૂપિયા ૫૦-૫૦ લાખ એટલેકે સીએસઆર ફંડ માંથી રૂપિયા દોઢ કરોડ જામનગર સંસદીય મત વિસ્તાર માં ફાળવ્યા છે જે અંગેના આ ખાસ ફંડ ફાળવણીના પત્રો રિલાયન્સ ના અધીકારીઓએ સાંસદ  પૂનમબેન માડમ ને અર્પણ કર્યા હતા
જે માટે સંસદસભ્ય પૂનમબેન માડમ એ રીલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમ.ડી. મુકેશભાઇ અંબાણી અને રીલાયન્સ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રીમતિ નીતાબેન અંબાણી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

તેમજ આ રકમ માંથી જામનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો સહિત ૧૨-જામનગર લોકસભા વિસ્તારમાં કોરોના સામે લડવા અસરગ્રસ્તો માટે મેડીકલ ફેસીલીટીઝ  તેમજ ફુડ  કે ગ્રેઇન કે કીટ કે પેકીંગ કે અન્ય જરૂરી ચીજ વસ્તુઓ કે સુવિધાઓ અને સહાય વગેરે માટે આ રકમ ખુબ ઉપયોગી બની રહેશે તેમ આ તકે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ

સંસદ સભ્ય પૂનમબેન માડમ ના અનુરોધ ને માન આપી રીલાયન્સ ઇન્ડ. એ તેના રીલાયન્સ ફાઉન્ડેશન માંથી સી.એસ.આર.એક્ટીવીટીઝના ભાગ રૂપે
જામનગર મહાનગરપાલીકા ના કમિશનરને તેમજ જામનગર જિલ્લા કલેક્ટરને અને દેવભૂમિદ્વારકા જિલ્લા કલેક્ટર એમ ત્રણેય ને રૂપિયા ૫૦-૫૦ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા અંગેના પત્રો રિલાયન્સના અધિકારીઓ દ્વારા  સાંસદ પૂનમબેન માડમને સુપરત કરવામાં આવ્યા હતા ત્યારે આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમએ આ માટેની અપીલ ને ખુબ  ગંભીરતાથી લઇ આ મેટર ઝડપી પુટ અપ કરવા બદલ રીલાયન્સના ગૃપ પ્રેસીડન્ટ પરિમલભાઇ નથવાણીનો અને સિનિયર વાઇસ પ્રેસીડન્ટ ધનરાજભાઇ નથવાણી નો પણ આભાર વ્યક્ત કર્યો છે


સૌના સહિયારા પુરૂષાર્થ થી આ વૈશ્ર્વિક મહામારી સામેનો જંગ જીતીશુ-સાંસદ પૂનમબેન માડમ

માત્ર જામનગર-સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્ર્વમાં ચિંતાજનક રીતે પ્રસરી રહેલા કોરોના જેવા મહારોગ સામેનો જંગ સહિયારા પુરૂષાર્થ થી જીતી શકીશુ તેવી આશા સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ એ ઉમેર્યુ હતુ કે કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર-પોલીસતંત્ર-આરોગ્ય તંત્ર અથાગ અને સરાહનીય જહેમત ઉઠાવે છે ત્યારે તંત્રના અનુરોધ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ તેમજ ઘરમા રહી સંક્રમણ ટાળવુ વગેરે સહિતની સુચનાઓના પાલન કરવાની સાથે વખતોવખતની આરોગ્ય વિષયક દરેક માર્ગદર્શિકાઓનુ સૌ જાગૃત નાગરીકો પાલન કરી આપણા શહેરો-જિલ્લાઓ-રાજ્ય અને રાષ્ટ્રમા આ મહામારી સામેના જંગને જીતવામા જવાબદાર નાગરીક તરીકેની ફરજ બજાવતા હોઇ આ કટોકટીના સમયમા સૌની  ધીરજ અને સંયમથી તેમજ સૌ ના સહયોગથી કોરોના જેવી વૈશ્ર્વિક રોગચાળાની આફત સામેની જંગ આપણે ખુબ સારી રીતે જીતીશુ તેની મને ખાત્રી છે તેવી આશા સંસદસભ્ય  પૂનમબેન માડમએ નાગરીકોના હજુ નિયમિત અને વધુ નોંધપાત્ર સહકારના અનુરોધ સાથે વ્યક્ત કરી હતી.