જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલ નજીક હાઈવે પર પુરપાટ વેગે દોડતા અજાણ્યા ફોરવહીલ હડફેટે અજાણ્યા પ્રૌઢનું મોત નિપજતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલમાં અની હોટલ સામેથી ગત તા. 11ના રોજ પુરઝડપે પસાર થતા અજાણ્યા ફોર વહીલના ચાલકે આશરે 55 વર્ષના એક પ્રૌઢને હડફેટે લઈ શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી જતા આ બનાવ અંગે અજાણ્યા ફોરવહીલ ચાલક સામે ભગીરથસિંહ ઝાલા દ્વારા ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવાતાં પોલીસે સ્થળ પર દોડી જઈ અજાણ્યા પ્રૌઢનો કબ્જો સંભાળી પીએમ અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપી ઓળખ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.