જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈના ઢાળીયા પાસે ભોઈ જ્ઞાતિના લોકો દ્વારા કરાતા હોળી દહનના કાર્યક્રમમાં બે વર્ષ પહેલા ભોઈવાડા પાછળ આવેલા કોળી વાડમાં મોટી હોળી બનાવવાના પ્રશ્ને બન્ને સમાજ વચ્ચે વિવાદ થયા પછી ભોઈ સમાજના કુલ ૩૬ શખ્સોએ કોળીવાડમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યાની અને મકાનો સળગાવ્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. પોલીસે હાલના જામનગરના મેયર હસમુખ જેઠવા સહિતના સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસ ચાલી જતાં અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી ભોઈ જ્ઞાતિના તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદિયા, ધર્મેશ ગોંડલિયા, હર્ષિદાબેન જેઠવા રોકાયા હતાં.