જામનગર મોર્નિંગ - ભાણવડ : નોવેલ કોરોના વાઇરસના પગલે હાલ 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં લોકડાઉન છે જીવન જરૂરી આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે ગરીબ, શ્રમિક પરિવારોને રોજગારી બંધ થતા જીવન જરૂરી ખોરાકની અગવડતા ના પડે તે માટે મામલતદાર કચેરી ભાણવડ દ્વારા ભાણવડના રામેશ્વર પ્લોટ, રેલ્વે ફાટક પાસે, દુધેશ્વર મંદિર પાસે, ભીડ ભજન હનુમાન મંદિર પાસે જેવા વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારોને 200 જેટલી અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી.  આ અનાજની કીટમાં 10 કિલ્લો ઘઉંનો લોટ, ત્રણ કિલ્લો બટેટા, 2 કિલ્લો તેલ, 3 કિલ્લો ચોખા, 1 કિલ્લો તુવેર દાળ, 1 કિલ્લો ખાંડ, ધાણા, જીરું, હળદર ચટણી વિગેરે જરૂરી વસ્તુ કીટમાં સામેલ કરવામાં આવી હતી.