અગમ્ય કારણસર મૃત્યુ નીપજ્યું હોઈ પોલીસ દ્વારા તપાસ 
જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલ નજીક રોડ પરથી આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. 
જામનગર હાઈવે પર ધ્રોલ નજીક આવેલ સર્વોત્તમ હોટલથી આગળ નિલેશ મગનભાઈ માવી નામના 19 વર્ષના આદિવાસી યુવાનનું કોઈ અગમ્ય કારણસર મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ અંગે મગનભાઈ માવીએ ધ્રોલ પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી મોત પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.