અજાણી સ્ત્રી સામે પોલીસ ફરીયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ સોઢા સ્કૂલના પાછળના ભાગેથી એક મૃત હાલતમાં ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શીશુ મળી આવતા પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં મૃત હાલતમાં નવજાત શીશુ મળી આવતા સ્થાનિક પોલીસે અજાણી સ્ત્રી સામે બાળકનો જન્મ છુપાવવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ બનાવ અંગે લોકોમાં ધિક્કારની લાગણી જન્મી છે.