જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતાં બે વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચતા સારવારમાં ખસેડી ધ્રોલ પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ પર રહેતા વજાભાઈ ગોવિંદભાઈ છૈયા અન્ય એક વ્યક્તિને પોતાના જીજે 10 એડી 8753 નંબરના બાઈકમાં બેસાડી સોયલ ટોલનાકા પાસે આવેલ શિવ શક્તિ હોટલની જગ્યાએથી પસાર થતા હોય ત્યારે પાછળથી જીજે 10 ઝેડ 7333 નંબરના ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં વજાભાઈ અને તેની સાથે રહેલ વ્યક્તિને ઈજા પહોંચતા બંનેને સારવારમાં ખસેડી ધ્રોલ પોલીસે વજાભાઈની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી રામપર જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો.