જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના સસોઈ ડેમમાં ઝંપલાવી જામનગરના યુવાને જિંદગી ટૂંકાવી લેતા પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના સસોઈ ડેમમાં જામનગરમાં મેહુલનગર 80 ફૂટ રોડ ખાતે રહેતા હરેશભાઈ આલાભાઈ કરંગીયા નામના 44 વર્ષના યુવાને કોઈ કારણસર ઝંપલાવી જિંદગીને ટૂંકાવી દીધી હતી, આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોલીસમાં સોંપી દીધો હતો મૃતક યુવાનનું ડેમના કાંઠે બાઈક પડ્યું હોય સિક્યોરિટીની નજર પડતા તેણે કંઈક અજુક્તુ બન્યું હોવાની શંકા જતા ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરતા રાત્રે પાણીમાં ગરક થઈ ગયેલા યુવાનની લાશને  સવારે બહાર કાઢી ફાયર બ્રિગેડ દ્વારા પોલીસને સોંપી દેવાતાં પોલીસે યુવાનના મૃતદેહના પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.