પડદો પડે છે ! (કોલમ) - ભરત હુણ
“ નાની ઉમરે થી જ મેં નક્કી કરી લીધું હતું જીંદગીમાં ખુબ આગળ વધવું કોઈની મહેરબાનીથી જીંદગી નથી કાઢવી , પણ કુદરત ને કઈ બીજું જ મંજુર હતું જે આજે વેઠી રહ્યો છું. પુરુષાર્થની સુગંધ મને હોસ્પિટલના બાકડા સુધી લઇ આવી.”
તે દિવસે હું મારા એક સબંધી જે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ હતા
તેમને મળવા હોસ્પિટલ ગયો હતો. ચા – પાણી પીવા માટે અમે ત્યાં હાજર ૪ - ૫ જણા
હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા, અમે ચા પિતા હતા તે દરમ્યાન મારૂ ધ્યાન ત્યાં
સામે બાંકડે બેઠેલા એક વ્યક્તિ પર ગયું એટલે અમે તેમને ઇસારામાં ચા પીવા બોલાવ્યા
પણ તેમણે લાકડીના ટેકે બાકડા પર બેઠા – બેઠા જ તેમના પગ સામે હાથ કરીને બતાવતા
કહ્યું મારાથી ચલાશે નહી એટલે હું તેમની નજીક ગયો ચા – પાણી પીવડાવીને પછી અમે
વાતોએ વળગ્યા.
મેં પૂછ્યું, પગમાં શું થયું? મારા સવાલએ જાણે તેને ભૂતકાળ યાદ અપાવી
દીધો. તેમણે કહ્યું સાહેબ, ટ્રકનો ડ્રાઈવર હતો અકસ્માત થયો અસ્કમાતમાં પગ જ્યાંથી
નીકળે ત્યાં મૂળ જગ્યાયેથી જ તૂટી ગયો બીજો પગ પણ પુરતો કામ નથી કરતો. તે સિવાઈ પણ
શરીરના અનેક અવ્યવો કામ નથી કરતા મહીને અને પંદર દિવસે હોસ્પિટલ આવું છું અને ત્રણ
વર્ષથી આવું છું. જીંદગીથી કંટાળી ગયો છું. આ તો નાના બાળકોના મોઢે જીવન પસાર કરું
છું. એમ થાય છે કે કાલે છોકરા મોટા થઇ જશે ને બધું સારું થઇ જશે.
હવેની વાત તેમના જ શબ્દોમાં, “ સાહેબ જ્યાં સુખની કોઈ કલ્પના જ ના કરી શકાય તેવી સ્થિતિમાં સુખના સપના જોયા હતા અને મારા પુરુષાર્થના જોરે તેને સાકાર કર્યા હતા મારી ધગશ અને પુરુષાર્થએ મને પાંચ માણસમાં પૂછાતો કરી મુક્યો હતો પણ ઈશ્વરને આ બધું મંજુર નહી હોય એટલે ફરી મને હતો એનાથી પણ દુઃખની ઊંડી ખીણમાં ધકેલી દીધો. અમારો પરિવાર ખેતીકામ,કડીયા કામ,પશુપાલન જેવી સીઝન આધારિત છૂટક મજુરી પર જીવન નિર્વાહ કરતો સીઝન પ્રમાણે જ્યાં કામ મળે ત્યાં કામ કરવાનું અને પરિવારનું ગાડું ગબડાવવાનું, ખેતીકામમાં ખેડૂતના વાકા સાંભળવા પડતા અને બીજી મજુરી કામમાં પણ ત્યાના ઉપરીના વાકા સાંભળવા પડતા ક્યારેક તો થતું ગરીબ હોવું એમાં શું ખોટું છે. સાહેબ, મેં ગરીબીને નજીકથી જોઈ છે ગરીબ એટલે આપણે ત્યાં ભીખારીથી પણ બદતર હાલતમાં હોય છે. ગરીબને કોઈ સ્વાભિમાન જ શું ના હોય ? કોઈ પણ આવીને મન ફાવે તેમ કઈને જતું રહે આપણે સાંભળી લેવાનું.
આવી સ્થિતિ મારા પરિવારની જોઈ હતી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આવી ગુલામી જીંદગી નથી જીવવી મારે મોટા થઈને કઈંક બનવું છે કઈંક નવું કરવું છે જેનાથી પરિવાર આરામની જીંદગી જીવી શકે. હાથમાં મુળી નહી,ભણતર નહી અને ગામ બહાર કોઈ ઓળખે નહી આવી સ્થિતિમાં ગરીબ બાપનો દીકરો હું શું બની શકું ?, પણ મારા ઈરાદા મજબુત હતા જે મને સખત પુરુષાર્થ અને પરિશ્રમ માટે થનગનાવતા હતા, આખરે હું મિત્રના મિત્રની ભલામણથી ૧૬ વર્ષની ઉમરમાં એક ટ્રકમાં ક્લીનર તરીકે જોડાયો. કામનું ક્યારેય આળશ નહી ટ્રકના હેલ્પર તરીકેનું કામ કરતા કરતા ક્યારેય ટ્રક ખાલી કરવામાં મજુરો ઓછા મળે કે એવી સ્થિતમાં હું મજુર બનીને ટ્રક ખાલી કરાવતો. મારી ધગશને લીધે હું ૬ મહિના ૧ વર્ષમાં તો ડ્રાઈવર બની ગયો. હવે મને ધીરે – ધીરે લાગતું હતું કે મારી જીંદગી પાટે ચડતી જાય છે. હું મારો ટ્રક અને ત્રીજો સાથી એટલે રોડ આ અમારી ત્રણેયના ત્રિવેણી સંગમએ મારા પરિવારમાં સુખની સોડમ ફેલાવી દીધી હતી. હું મારા પગારમાંથી જરૂરી મારો ખર્ચ કાઢીને વધતો પૂરો પગાર મારા ઘરે દર મહિને પહોચાડી દેતો હતો. બસ બધા જ ખુશ હતા. વાર – તહેવાર કે મહીને બે મહીને હું ઘરે આવતો ત્યારે બધાને ખુશ જોઇને હું પણ ખુશ થઇ જતો પણ મનમાં એક વસવસો હતો કે આ તો ક્ષણિકની સફળતા છે મારે જીંદગીમાં ખુબ આગળ વધવું એક નહી અનેક ટ્રકનો માલિક બનવું આમ, હું, ટ્રક અને રોડ ત્રણેય સાથે મળીયે એટલે આવા વિચાર કરતા જઈએ. પણ હું ખુશ એ વાત થી પણ હતો કે મારા માતા – પિતા ભાઈ – બહેન બધાને મજુરી જવું પડતું ત્યારે પેટનો ખાડો પુરતો તેના બદલે હવે મારા એકથી પરિવારનો જીવન નિર્વાહ ચાલતો હતો. સ્વાભિમાનથી જીંદગી જીવાતી હતી. અમારા બંને ભાઈ બહેનના લગ્ન થઇ ગયા બેન પણ ખુશ હતી અને મારો પરિવાર પણ ખુશ. એમાં એક કાળા ચોઘડીયે મારો અકસ્માત થયો અકસ્માતમાં જમણો પગ આખો જડમુળથી ગુમાવી દીધો ડાબો પગ પણ બરાબર કામ નથી કરતો એ સિવાય શરીરના ઘણા અંગો બરાબર કામ નથી કરતા. અકસ્માતની સાથેજ મારા સ્વપ્ન મારો પુરુષાર્થ અને મારો પરિશ્રમ તૂટીને ભાંગી ગયા હું અસ્થિર થઇ ગયો જે શેઠની ગાડી હલાવતો તેમણે ત્યારે હોસ્પિટલનો ખર્ચ આપ્યો પણ મારી બીમારી લાંબી હતી કાયમ તો કોણ આપે ?. મહિનો ૨ મહિના તો શેઠએ બેઠો પગાર આપ્યો પણ કાયમ કોણ આપે ? આ વાતને આજે ત્રણ વર્ષ વીતી ગયા હું હજી ૧૫ દિવસે અને મહીને ડોક્ટર ક્યે તેમ અહી સારવાર માટે આવું છું હોસ્પિટલથી ઘરે જાવ તો પત્ની મજૂરીએ ગઈ હોય ક્યારેક બાળકો ઘરે હોય ક્યારેક પત્ની સાથે લઇ ગઈ હોય પિતા અને માતાની ઉમર થઇ ગઈ પથારીએ વધીને ક્યારેક બાળકોને બેઠા – બેઠા હિચ્કાવી આપે. પત્ની સવારે મજૂરીએ જાય ત્યારે બપોરનું રાંધતી જાય અને સાંજે આવ્યા બાદ રાંધે હું ખાટલે બેઠો – બેઠો આ ખેલ જોતો હોવ. આવી જીંદગી નથી જીવાતી , જયારે સ્વાભિમાનથી જીંદગી જીવવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે મજબુત ઈરાદા હતા એ ઈરાદા કોઈ તોડી શકે એમ ના હતા, પણ કુદરતની ઠોકરે મને તોડી નાખ્યો. પત્ની, બાળકો કે માતા – પિતા કોઈ જુવે નહી એ રીતે ક્યારેક રડી લવ છું. તો ક્યારેક પત્નીને મજૂરીએથી આવીને દુઃખ જોવ છું તો આંખનું આંસુ આંખ માં જ સુકાઈ જાય છે. હોસ્પીટલના ખર્ચ,પરિવારનો પેટનો ખાડો પૂરવાનો ખર્ચ આટલું કાઢતા અમે બાળકોને શું ભણાવી શકીએ. ક્યારેક તો થાય છે કે ગરીબની તો શું જીંદગી હોય ? ગુલામીથી વિશેષ કઈ હોતું નથી. પણ ફરી વિચાર આવે છે કે કાલે દીકરા મોટા થઇ જશે ફરી પાછી ગાડી પાટે ચડી જશે. હું મારો ખાટલો અને પગની ઘોડી આ અમે ત્રણેય ભેગા થાયે ત્યારે એ વિચાર કરીએ કે ભગવાન કોઈના સપના ના તોડજે, કોઈના પુરુષાર્થ અને પરિશ્રમ ઉપર પાણી ના ફેરવજે. જે પરિવારને મારા પરિશ્રમથી હું સ્વાભિમાનથી જીવાડવા માંગતો હતો તે આજે મારી નજર સામે જ દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે. હું નિસહાય બેઠો – બેઠો જોવ છું, બીજું તો શું કરી શકું ? મારા પુરુષાર્થની સુગંધ મને હોસ્પિટલના ખાટલા સુધી લઇ આવી ! “

0 Comments
Post a Comment