જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સની રૂ. 970ની રોકડ રકમ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ પંચેશ્વર ટાવર પાસેથી જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા પરસોતમભાઈ ખાણધર (રહે. ગુલાબનગર), ભરતભાઈ લાખાભાઈ ગુજરાતી (રહે. રામેશ્વર મધુવન પાર્ક) અને મહેન્દ્રભાઈ પરમાર (રહે. રાજપાર્ક) નામના ત્રણ શખ્સને સીટી એ ડિવિઝનના શિવભદ્રસિંહ જાડેજાએ ચોક્કસ બતમની આધારે ઝડપી લઈ રૂ. 970ની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.